ન્યૂ યર્જીના રહેવાસીઓ જેમને ઇડા વાવાઝોડાને પગલે સર્જાયેલી હોનારતમાં પૂરને લીધે મકાનમાં નુકસાન થયું હોય અને જેનો વીમો ન હોય અથવા અપૂરતો વીમો હોય તો તેઓ મકાનને સુરક્ષિત, સ્વચ્છ અને ફરી રહેવા લાયક સ્થિતિમાં લાવવા માટે ફેમાની મદદ મેળવવાને પાત્ર હોઈ શકે છે.
ફેમાની સહાયતા ઉપલબ્ધ છે
- ફેમાની સહાયતા વીમા સમાન નથી અને બધાં જ નુકસાનની ભરપાઈ ન કરી શકે. ફેમા તરફથી સંઘની સહાયતા માત્ર મકાનને રહેવાલાયક બનાવવા- જેમકે ટૉઇલેટ, ગંભીર જરૂરિયાતો, બારી અને બારણા વગેરે માટે મદદ કરી શકે છે. સહાયતામાં જે વસ્તુઓનો સમાવેશ થતો નથી તે છે બિનઆવશ્યક કૅબિનેટ્સ અને વાડ સામેલ છે.
- મકાનને વાવાઝોડામાં નુકસાન થયું હોવું જોઈએ. નુકસાનના આકલન તથા તેની ખરાઈ કરવા માટે મકાનનું નિરીક્ષણ કરવું જરૂરી છે. માકનના સમારકામમાં સહાયતા, મકાનને થયેલા નુકસાનનું પ્રમાણ નક્કી કરવા માટે હાથ ધરાયેલા નિરીક્ષણ વખતે મકાનના પ્રકાર અને નિરીક્ષણ સમયે અરજદારના જવાબો પર આધાર રાખશે.
- સુરક્ષિત, સ્વચ્છ અને રહેવા લાયક મકાનની આ શરતો છે:
- મકાનની બહારના ભાગનું માળખું ઠીક હોય જેમાં બારી અને બારણાનો પણ સમાવેશ થાય છે.
- વીજળી, ગૅસ, હીટિંગ, પ્લમ્બિંગ અને સીવર તથા સેપ્ટિક સિસ્ટમ સારી રીતે કામ કરતી હોય.
- મકાનની અંદરનો રહેઠાણનો વિસ્તાર માળખાકીય રીતે મજબૂત હોય, તેમાં ઘરની છત તથા ફ્લોર સામેલ છે.
- મકાન તેના હેતુ માટે વાપરી શકાય તેવી સ્થિતિમાં હોવું.
- મકાનથી બહાર જવા અને મકાન સુધી પહોંચવા માટે સુરક્ષિત રસ્તો હોય.
- ફેમા દ્વારા નુકસાનની ગણતરી બદલાતી હોય છે કારણ કે દરેક અરજદારની સ્થિતિ અલગ છે. સમારકામ માટેનો ખર્ચ જો મકાનને સુરક્ષિત, સ્વચ્છ અને રહેવાલાયક બનાવવા કરતાં વધી જશે તો તે અયોગ્ય ગણાશે.
દાખલા
- સાધનો: ફેમા હોનારતમાં નુકસાન પામેલા રેફ્રિજરેટર્સ અને સ્ટોવનાં સમારકામ અથવા તેને બદલવા માટે મદદ કરી શકે છે. બિનઆવશ્યક આઇટમ્સ જેમકે ડિશવૉશર, અને મકાનમાં રહેલાં મનોરંજનનાં સાધનો સામે સહાયતા નહીં મળે.
- નુકસાન પામેલ છત તથા છાપરું: ફેમા હોનારતને પગલે શરૂ થયેલા છાપરામાંના લીકેજ જે ઘરની છતને પણ નુકસાન પહોંચાડે છે અને છત પરની લાઇટ્સ જેવા ઇલેક્ટ્રિકલ સાધનોને માટે પણ જોખમરૂપ છે. છાપરામાંથી થતા લીકેજથી લાગેલા નાના દાગને સુધારવાના ખર્ચની ભરપાઈ નહીં થાય.
- ફ્લૉર: ફેમા મકાનના રહેવાના ભાગમાં સબફ્લોર જેને હોનારતમાં નુકસાન થયું હોય, તેમાં મદદ પૂરી પાડી શકે છે.
- બારીઓ: ફેમા હોનારતમાં તૂટેલી બારીઓના રિપેરમાં આર્થિક મદદ કરી શકે છે, પર બારી પરના બ્લાઇન્ડ્સ તથા પરદાની સામે મદદ ન કરી શકે.
રહેવાની સ્થિતિને નિર્ધારિત કરવી
- મકાન રહેવાલાયક છે કે નહીં તેની ખરાઈ કરવા માટે ફેમા પાસે અનેક પ્રક્રિયાઓ છે જેમકે રિમોટ તથા ઑન-સાઇટ નિરીક્ષણ.ખરાઈની સૌથી સામાન્ય રીત છે ઑન-સાઇટ નિરીક્ષણ.
- ફેમાની ખાસ ગાઇડલાઇન્સ છે જે ઇન્સપેક્ટર્સ (નિરીક્ષકો)એ મકાન રહેવાલાયક છે કે નહીં તે નક્કી કરવા માટે ઑન-સાઇટ નિરીક્ષણ કરતી વખતે અપનાવવાની હોય છે. ફેમાના નિરીક્ષકો તેમણે જોયેલા નુકસાન તથા અરજદાર દ્વારા આપેલી માહિતીની નોંધણી કરે, પરંતુ તે લોકો અરજદારની હોનારતસંબંધિત સહાયતા માટેની લાયકાત નક્કી ન કરી શકે.
- ફેમાના નિરીક્ષકો અરજદારના મકાન અને અંગત મિલકત જેમકે ફર્નિચર, સાધનો, વાહનો અને રોજિંદા જીવન માટે આવશ્યક સાધનોને થયેલાં નુકસાનના આકલન માટે ઘરની મુલાકાત લેશે.
- ફેમાના નિરીક્ષકો હોનારતને પગલે થયેલાં નુકસાનની નોંધણી કરવાની સાથે નુકસાનની તસવીરો પાડી શકે છે જેથી એ જોઈ શકાય કે અરજદારનું ઘર રહેવાલાયક, સુરક્ષિત અને ત્યાં પહોંચી શકાય તેમ નથી રહ્યું. પરંતુ ફેમાના નિરીક્ષકો એ ભાગોની શારીરિક રૂપે મુલાકાત નહીં લઈ શકે જ્યાં જવું તેમના માટે સુરક્ષિત નથી. કોવિડના કારણસર, ફેમા નિરીક્ષકો મકાનમાં પ્રવેશ નથી કરતા. તેઓ બહારથી જ નિરીક્ષણ કરે છે.
- મકાનમાલિકો માટે રહેવાલાયક પરિસ્થિતિ હોનારતથી થયેલા બધાં જ નુકસાન પર આધારિત છે જેની નોંધ થઈ હોય.
- ભાડૂતો માટે રહેવાલાયક સ્થિતિ નક્કી કરવું એ હોનારતને પગલે થયેલાં નુકસાન પર આધાર રાખે છે જેનું નિરીક્ષણ વખતે સમારકામ ન થયું હોય. ભાડૂતો મકાનને થયેલાં નુકસાનનાં સમારકામ માટે જવાબદાર નથી, એટલે જે સમારકામ થયું હોય અથવા થઈ રહ્યું હોય નિરીક્ષક એ સ્થિતિની નોંધ નિરીક્ષણના સમયે જ કરશે.
તાજી માહિતી વેબસાઇટ fema.gov/disaster/4614. પર મળવો. ફેમા રિજન ટુને આ ટ્વિટર એકાઉન્ટ twitter.com/FEMAregion2 પર ફૉલો કરો.