FEMA ની DSA ટીમો ન્યુ જર્સીના હરિકેન ઇડામાં બચી ગયેલા લોકોની મદદ કરી રહી છે [https://www.fema.gov/gu/press-release/20210922/fema-dsa-teams-helping-new-jersey-hurricane-ida-survivors] Release Date: સપ્ટેમ્બર 21, 2021 ટ્રેન્ટન, NJ – FEMA ડિઝાસ્ટર સર્વાઇવર અસિસ્ટન્સ ટીમો, હરિકેન ઇડાથી અસરગ્રસ્ત ન્યુ જર્સી કાઉન્ટીઓમાં બચી ગયેલા લોકોની મદદ કરી રહી છે. આ ટીમો બચી ગયેલા લોકોને ફેડરલ (સંઘીય) સહાય માટે નોંધણી કરવામાં મદદ કરે છે, સંભવિત જરૂરિયાતોને ઓળખી અને સ્થાનિક, રાજ્ય, ફેડરલ (સંઘીય) અને સ્વૈચ્છિક એજન્સીઓ સાથે જોડાણ કરીને સંસાધનો વડે તેમની મદદ કરે છે. DSA ટીમો બચી ગયેલા લોકોને હોનારત સહાય સુધીની પહોંચ અને અરજી કરવા માટેનું સાધન પૂરું પાડે છે. તેઓ નિયત કરેલા સ્થળો જેમ કે કોમ્યુનિટી સેન્ટરો, લાઇબ્રેરીઓ, આવરી લેવામાં આવેલ પાર્કિંગ લોટ્સ, વગેરે પર કાર્યરત છે. ટીમો સામાજિક અંતર અને રક્ષણાત્મક સાધનોનાં ઉપયોગ સહિતની COVID-19 માટેની CDC સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરી રહી છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની નજીક સ્થાનો નક્કી કરવામાં આવે છે. DSA, બચી ગયેલા લોકોની જુદી જુદી રીતે મદદ કરે છે: * બર્ગન, એસેક્સ, ગ્લોસેસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મોરિસ, પેસેઇક, સોમરસેટ, યુનિયન અને વોરેનની 12 નિયુક્ત કાઉન્ટીઓમાં લોકસંપર્ક હાથ ધરવું. * બચી ગયેલા લોકોને FEMA સહાયતા માટે નોંધણી કરવામાં સહાય કરવી. * સિસ્ટમમાં અગાઉથી જ અરજીની સ્થિતિ તપાસી અને અરજીઓમાં ગૌણ ફેરફારો કરી શકે છે. * ધર્મ-આધારિત સંસ્થાઓ, સમુદાય-આધારિત સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર (વ્યવસાયો) અને જાહેર પુસ્તકાલયો જે અસરગ્રસ્ત કાઉન્ટીઓમાં બચી ગયેલા લોકોને હોનારત-સંબંધિત માહિતીનું વિતરણ કરવાની ક્ષમતા ધરાવતા હોઇ શકે તેને આહ્વાન કરે છે. * સામાન્ય લોકોની તાત્કાલિક અને લાંબા ગાળાની રિકવરી માટે હોનારત-સંબંધિત સેવાઓ અને/અથવા સંસાધનો પ્રદાન કરતી સંસ્થાઓને ઓળખી કાઢે છે. * સમુદાયો પરની અસરો વિશે પરિસ્થિતિ‌લક્ષી જાગરૂકતા એકઠી કરવી. * હોનારત સહાય માટે કેવી રીતે અરજી કરવી તે સમજાવવા અંગ્રેજી, સ્પેનિશ અને અન્ય નવ ભાષાઓમાં ચોપાનિયા (ફ્લાયર્સ) પૂરા પાડવા. * સમાન પહોંચ (એક્સેસ) સુનિશ્ચિત કરવા માટે નાગરિક હક્કો અને વિકલાંગતા સંકલન સહાયતા (ડિસબિલિટિ ઇન્ટિગ્રેશન અસિસ્ટન્સ) માહિતી પ્રદાન કરવી. ટીમો દ્વારા પૂરી પડાતી માહિતી બચી ગયેલી વ્યક્તિની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ હોય છે અને તેમાં હોનારતથી નુકસાન પામેલ ઘરનાં હંગામી સમારકામ કરવા અંગેની માહિતી, કાયમી સમારકામ કરવામાં આવે તે દરમ્યાન ટૂંકા ગાળા માટે રહેવાનાં અન્ય સ્થળ માટે ચૂકવણીનો સમાવેશ હોઇ શકે છે, અને/અથવા ગંભીર હોનારત-સંબંધિત જરૂરિયાતો માટેની મદદને અન્ય પ્રોગ્રામ્સ દ્વારા આવરી લેવામાં આવતી નથી.   DSA ટીમોને વ્યક્તિગત માહિતી પૂરી પાડવા માટે બચી ગયેલા લોકોની ક્યારેય  જરૂર પડતી નથી. DSA ટીમનાં સદસ્યોને તેઓની ફેડરલ (સંઘીય) ફોટો ઓળખ અને FEMA નાં વસ્ત્રો દ્વારા સરળતાથી ઓળખી શકાય છે. ન્યુ જર્સીના નિવાસીઓને વ્યક્તિગત માહિતીની વહેંચણી કરતા પૂર્વે સત્તાવાર ફોટો ઓળખ માટે પૂછવાનું યાદ અપાવવામાં આવે છે. FEMA નાં કર્મચારીઓ હોનારતમાંથી બચી ગયેલાં લોકો પાસેથી પૈસા માંગતા નથી કે સ્વીકારતા નથી. FEMA નો સ્ટાફ ક્યારેય અરજદારો પાસેથી હોનારત સહાય, નિરીક્ષણો અથવા નોંધણી કરવામાં મદદ કરવાનો શુલ્ક લેતા નથી. બચી ગયેલા લોકોએ FEMA સાથે નોંધણી કરવા માટે DSA ટીમનાં સદસ્યનો સંપર્ક કરવાની જરૂર નથી. નિવાસીઓ જેઓને હરિકેન ઇડાને કારણે અવિશ્રાન્ત નુકસાન અથવા હાનિ થયેલ હોય તેઓ FEMA સાથે નિમ્નલિખિત રીતે નોંધણી કરાવી શકે છે: * ઓનલાઇન DISASTERASSISTANCE.GOV [http://www.disasterassistance.gov/] પર. * સેલફોનનો ઉપયોગ કરીને HTTP://M.FEMA.GOV [http://m.fema.gov/] મારફત નોંધણી કરો; “ “એપ્લાય ઓનલાઇન ફોર FEMA અસિસ્ટન્સ” પર ક્લિક કરો અને તમને DISASTERASSISTANCE.GOV [http://www.disasterassistance.gov/] સુધી નિર્દેશિત કરવામાં આવશે. * જો ઓનલાઇન અરજી કરવી શક્ય ન હોય તો 800-621-3362 (TTY: 800-462-7585) પર કૉલ કરો. ટોલ-ફ્રી ટેલિફોન લાઇનો હાલમાં દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ચાલુ છે. બહુભાષીય ઓપરેટરો ઉપલબ્ધ છે. જો તમે રિલે સેવા જેવી કે વિડિયો રિલે સેવા (VRS), કૅપ્શનવાળી ટેલિફોન સેવા અથવા અન્ય સેવાઓનો ઉપયોગ કરતા હો તો, તે સેવા માટે FEMA ને નંબર આપો. FEMA માં નોંધણી કરીને, બચી ગયેલા લોકો ઘરનું જરૂરી સમારકામ કે પૂરણ કરવા માટે અથવા કામચલાઉ ઘરનાં ભાડાની ચૂકવણી માટે ફેડરલ (સંઘીય) અનુદાનો માટે લાયક ઠરી શકે છે. આ ઉપરાંત, હોનારત-સંબંધિત અન્ય જરૂરિયાતો, જેમ કે તબીબી, દાંતની, પરિવહન અને અંતિમ સંસ્કાર ખર્ચા, વહન અને સ્ટોરેજ (સંગ્રહ) ફી, વ્યક્તિગત મિલકત નુકશાન અને બાળ સંભાળ, વીમા દ્વારા આવરી લેવામાં આવતી નથી, તેની ચૂકવણી કરવા માટે મદદ ઉપલબ્ધ હોઇ શકે છે. FEMA સાથે નોંધણી કરવી એ U.S સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પાસેથી મદદ મેળવવા માટે લાયક ઠરવાનું પ્રથમ પગલું પણ છે. તમામ કદના (મકાન માલિકો સહિત) વ્યવસાયો, ઘરમાલિકો, ભાડુઆતો અને ખાનગી બિનનફાકારક સંસ્થાઓને વીમા દ્વારા નુકસાનનું સંપૂર્ણપણે વળતર ન મળેલ હોય, તે માટે SBA તરફથી ઓછા-વ્યાજની હોનારત લોન ઉપલબ્ધ છે. ઓછા-વ્યાજની હોનારત લોન, સમારકામ અથવા પુન:નિર્માણનાં પ્રયાસોમાં ભંડોળની મદદ કરે છે અને ખોવાયેલી અથવા હોનારતથી નુકસાન પામેલી સ્થાવર મિલકત અને વ્યક્તિગત મિલકતને બદલવાના ખર્ચને આવરી લે છે. અદ્યતન માહિતી માટે અહીં મુલાકાત લો fema.gov/disaster/4614 [http://www.fema.gov/disaster/4614]. FEMA ના રિજન 2 Twitter અકાઉન્ટને અહીં ફોલો કરો  twitter.com/FEMAregion2 [https://twitter.com/femaregion2].